સહુ સારું તો જેનો અંત તો સારો
છે તુજ ચરણમાં માડી, અંત તો મારો રે
રડતાં તો જગમાં પ્રવેશ કરાવ્યો
લેતાં વિદાય જગમાંથી, મુખ પર હાસ્ય રખાવો રે
જીવનભર તો માડી, પેટ કાજે નચાવ્યો
હવે તુજ દર્શનકાજે, મુજ હૈયાને નચાવો રે
જિંદગીભર મળતી રહી જગની કટુતા
લેતાં વિદાય માડી, તુજ દર્શન તો કરાવો
ઘુમાવ્યા માયામાં ખૂબ સદાય અમને
હવે તો માડી અમ પર દયા તો લાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)