Hymn No. 1411 | Date: 01-Aug-1988
|
|
Text Size |
 |
 |
માડી, તમે આવો, આવો, આવો, મમ, અંતરિયા અજવાળો
Madi, Tame Aavo, Aavo, Aavo, Mam Antariya Ajvalo
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
માડી, તમે આવો, આવો, આવો, મમ, અંતરિયા અજવાળો જગાવીને પ્યાસ તો દર્શનની, પ્યાસ હવે તો બુઝાવો - મમ... વીત્યું બાળપણ, વીતી રહી છે જુવાની, હવે તો દર્શનિયા આપો - મમ... રાખ્યો માયામાં તો ખૂબ રચ્યોપચ્યો, હવે હૈયેથી માયા વિસરાવો - મમ... સાચું ખોટું તો કંઈ નથી સમજાતું, હવે તો સાચું સમજાવો - મમ... સંજોગે ડગમગી જાઉં તો વિશ્વાસે, હવે વિશ્વાસને સ્થિર બનાવો - મમ... ધીરજે તો ડગમગી ગયો છું, ધીરજને તો સ્થિર બનાવો - મમ... રૂપે રૂપે તું તો ભિન્ન દેખાતી, અંતરના ભેદભાવ તો મિટાવો - મમ... રહી છે વેડફાઇ, શક્તિ તો મારી, તુજ શક્તિનું બુંદ તો પાવો - મમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|