માનવ તો બને મહાન, સદાય માનવતાથી
મરી જાય માનવતા, કિંમત નથી એ માનવની
કિંમત થાયે સરોવરની, ભર્યું હોય જો પાણીથી
પાણી વિનાના સરોવર પર દૃષ્ટિ નથી જાતી
ગુણ ભર્યા હોય ભારોભાર, હોય ભલે રૂપની ખામી
પૂજાશે સદાય ગુણોથી, રંગ ત્યાં નથી જોવાતી
મળશે સદા માન, થાતા કસોટી તો જ્ઞાનની
નથી એ ઠેકો કોઈનો, નથી મળતી એ વેચાતી
પ્રેમ તો સદાય વહે, જાગે ભાવ જ્યાં એકતાની
પ્રભુ તો દોડી-દોડી આવે, હૈયું એક બનવાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)