કહી દે મૌન તોડી, આજે તો માડી
તારે ને મારે છે રે સાચી શું રે સગાઈ
હોઉં જો તુજમાંથી નીકળેલું એક શક્તિનું બિંદુ
શાને કાજે, ગયું છે આજે, એ તો વિખરાઈ
તારામાંથી નીકળેલો એક અંશ જો હોઉં તો માડી
તારી જ માયાથી ગયો છું શાને રે બંધાઈ
તું તો વિશ્વમાં, મુક્તપણે રહી છે વિહરી
શાને રહ્યો છે હું તો કાયામાં રે પુરાઈ
નડે ના અંતર તો તને કોઈ જગનું
શાને પાડે છે અંતર મારું તો અંતરાઈ
તને માડી સર્વ યાદ રહે ને સહુ યાદ કરે
શા કાજે પૂર્વજન્મની યાદ ગઈ વિસરાઈ
ઊંચે-ઊંચે છે તું તો ખૂબ ઊંચે રે માડી
મળશે મને ક્યારે તારા જેવી રે ઊંચાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)