પૂર્ણમાંથી પ્રગટી તું અપૂર્ણ શાને રહ્યો
માયામાં તો નાચ નાચી, મદોન્મત્ત શાને બન્યો
આ જગને સાચું ધામ ગણીને, ધામ સાચું ભૂલી ગયો
આવનજાવન રોજ જુએ જગમાં, શાશ્વત શાને સમજી રહ્યો
હરિ ઇચ્છા વિના કાંઈ ન બને, ઇચ્છા શાને ધરી રહ્યો
કરી કોશિશો ઊલટી, ફળ જુદું કાં તું ઝંખી રહ્યો
જગની ઝંખના કરે કાં ઝાઝી, પડશે જાવું છોડી, ભૂલી ગયો
આનંદસાગર છે એ તો, દુઃખી શાને તું તો રહ્યો
રોગરહિત છે રે માતા, રોગી શાને તું તો રહ્યો
સર્વ શક્તિશાળી છે રે માતા, અશક્ત તું શાને રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)