ઘર બેઠી વહેતી ગંગામાં નહાવું ભૂલીને
માનવ, નીર નદીનાં બીજાં તો ગોતે
મા-બાપ જેવું તીરથ ભૂલીને
માનવ, જગનાં તીરથ-તીરથ તો ફરે
ભીતરનાં વહેણ ભૂલી, બહારનાં વહેણ ગોતે
નાભિકમળની કસ્તુરી ભૂલી, મૃગ જગમાં દોડે
ખુદના હીરાની કિંમત ભૂલી, હૈયે બીજા હીરા વસે
નિજનું સોનું પિત્તળ સમજી, અન્યનું પિત્તળ સોનું માને
ઘરની રસોઈમાં તો ખામી ગોતે
રસોઈ બહારની તો સદા મીઠી લાગે
ઘરના મીઠા હાસ્યમાં પણ, ક્રોધની રેખા શોધે
અન્યની લાતમાં પણ, માર મીઠો અનુભવે
લાખ ટકાના ઘરનાને, ટકા વિનાનો માને
ટકા વિનાના બહારનાને, પૂજવા નિશદિન ઘૂમે
પોતાના ઇષ્ટદેવને સદા, ઓછા તો સમજે
અન્યની પૂજા પાછળ દોડી, હાથ ઘસતો રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)