દૃષ્ટિ તારી તો જ્યાં એક થવાની છે, વિચાર બીજો શાને કરે છે
ચાલ્યો ખૂબ, પહોંચ્યો નથી, પહોંચવાનું હજી તો બાકી છે
ફેરવ ના નજર તો બીજે તું, નજરમાં જ્યાં એકને સમાવવું છે
સમાવીશ નજર તો જ્યાં ઝાઝા, ધમાલ ત્યાં તો થવાની છે
કરી છે આશા જ્યાં એક થવાની, આશા બીજી શાને કરે છે
નજર લઈશ ફેરવી એમાંથી તું, નજર ત્યાં તો બગડવાની છે
નજરને નજરથી રહેશે કુદાવી, નજર ત્યાં તો થાકવાની છે
નજર જ્યાં થાતી જાશે એક, સુખશાંતિ તો આવવાની છે
પ્રભુને નજરમાં તો સમાવી દે, પ્રભુની નજરમાં એ નજર આવવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)