થનગની ઊઠ્યું છે તો ધરતી ને આકાશ
પકડી છે આજે નેમિનાથે, વૈરાગ્યતણી વાટ
અંતરીક્ષથી વરસે છે આજ, આશીર્વાદનો વરસાદ - પકડી...
ઝૂમી ઊઠ્યાં ઝાડપાન, સરિતાનાં નીર તો આજ - પકડી...
કકળી ઊઠ્યું હૈયું એનું, પકડી વૈરાગ્યતણી વાટ - પકડી...
દિશાઓ આજે ડોલી ઊઠી, આવકારવા પાડીને સાદ - પકડી...
પગલે-પગલે વેરા રહ્યું તપ, સંયમનો ઉજાસ - પકડી...
મહેલ, મહોલાતો લાગ્યા ફીકા, વહાલો લાગ્યો વૈરાગ્યનો સાદ - પકડી...
નિજમાં ગયાં એવા ડૂબી, જગ નિજરૂપ વરતાય - પકડી...
જગને મળ્યા એવા તીર્થંકર, ભૂલ્યા ના ભુલાય - પકડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)