Hymn No. 5807 | Date: 04-Jun-1995
|
|
Text Size |
 |
 |
માની લીધું, છું હું હોશિયાર, છું હોશિયાર કેટલો હું પ્રભુ, એ તો જાણો છો તમે કર્યા યત્નો સમજવા તને રે પ્રભુ, સમજવા કેટલા તને રે પ્રભુ, એ તો જાણો છો તમે માન્યું ને કર્યું જીવનમાં મેં તો સાચું, કર્યું કેટલું સાચું રે પ્રભુ, એ તો જાણો છો તમે મોહ માયામાંને માયામાં ભૂલીયે અમે તને રે પ્રભુ, યાદ રાખો છો તોયે અમને તો તમે દેતાને દેતા રહ્યાં જગમાં ઘણું અમને તમે રે પ્રભુ, રહ્યાં માંગતાને માંગતા તોયે અમે વિચાર્યું ઘણું ઘણું મેં તો જીવનમાં, વિચાર્યું કેટલું સાચું રે પ્રભુ, એ તો જાણો છો તમે ભાવોને ભાવો જાગતા રહે હૈયે, જાગ્યા એમાં તો કેટલા સાચા રે પ્રભુ, એ તો જાણો છો તમે સમજવા શીખ્યા જીવનમાં કેટલું રે પ્રભુ, એ તો જીવનમાં રે પ્રભુ, એક એ જાણો છો તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|