છેતરામણી ને ભુલભુલામણી, માયાની તો છે ભૂંડી રે
ઋષિમુનિઓ પણ એમાં ફસાયા, તારી શું વિસાત છે
સતી સીતા જ્યાં ફસાયાં, રાવણે હરણ કર્યા રે
ભક્તિમાં પણ નડતર, સદા એ તો કરતી રે
લાગે મીઠી-મીઠી, છે એ મીઠા ઝેર જેવી રે
નારદ જેવા પણ ગયા ફસાઈ, જીરવવી છે દોહ્યલી રે
લોભ-લાલચ, અહં છે એના સાથી, જોર ખૂબ કરે રે
બળ તારું સદા કરજે ભેગું, કરવો સામનો પડશે રે
હોય એ ગમે એવી, છે તોય પ્રભુની એ દાસી રે
ચરણ સેવી પ્રભુનાં, જીતવી એને, બને સહેલી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)