Hymn No. 5809 | Date: 07-Jun-1995
|
|
Text Size |
 |
 |
1995-06-07
1995-06-07
1995-06-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1297
શબ્દોની સાઠમારી જીવનમાં થાતીને થાતી જાય
શબ્દોની સાઠમારી જીવનમાં થાતીને થાતી જાય, ઘા એ હૈયાંમાં મારતીને મારતી જાય હૈયું રે મારું, કાળજું રે મારું, એમાં કાચુંને કાચું વીંધાઈ જાય ભાવોની સપાટી ઉપરથી જ્યાં ઉપર તો ઊઠું, ઘા એના પર ત્યાં વાગી જાય ના મારાથી સહન એ તો થાય, એમાં હૈયું... જ્ઞાનની દીવાલો તોડી ચાહું નીકળવા એમાંથી તો જ્યાં બહાર અજ્ઞાન તો ઘા એના ઉપર તો, મારતુંને મારતું જાય, એમાં હૈયું... બુદ્ધિમાં ડૂબકી જીવનમાં જ્યાં મારતોને મારતો જાઉં કદી કદી શ્વાસ રે મારા, એમાં તો રૂંધાઈને રૂંધાઈ જાય,એમાં હૈયું... રાહ જોઉં જીવનમાં હું તો જેની, નજરમાં જ્યાં જલદી ના એ આવી જાય હૈયાંમાં હલચલ એ તો એવી મચાવી જાય, એમાં હૈયું... સહાયની આશા લઈને નીકળ્યો જ્યાં હું, જગમાં નજર જ્યાં ત્યાં ફેંકતો જાઉં મળી ના સહાય કોઈ દિશામાંથી જ્યાં જરા, એમાં હૈયું... પ્રેમની ઉષ્મા જાગી જ્યાં હૈયે, અન્ય એના ઉપર ઠંડુ પાણી ફેરવી જાય ઘા એના હૈયાંમાં સહન તો ના થાય, એમાં હૈયું... ગાડી જીવનની પૂરપાટ દોડતીને દોડતી જાય, અવરોધોને અવરોધો એને રોકતીને રોકતી જાય, એમાં હૈયું... કર્મોને કર્મોની રે ગૂંથણી જગમાં જ્યાં જીવનને કાંતતીને કાંતતી જાય હૈયે જ્યાં એ તો સહન ના થાય, એમાં હૈયું... પ્રભુના રસમાં જ્યાં રસ મળ્યો મને એવો, હૈયાંને મજબૂતને મજબૂત કરતું જાય જીવનમાં એને ત્યાં કોઈ અસર ના થાય, હૈયું રે મારું, કાળજું રે મારું, આનંદમાં ત્યાં ઝોલા ખાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shabdoni sathamari jivanamam thatine thati jaya,
gha e haiyammam maratine marati jaay
haiyu re marum, kalajum re marum,
ema kachunne kachum vindhai jaay
bhavoni sapati upar thi jya up thara to uthum,
e na gha ena paar tya vagi jaya. ..
jnanani divalo todi chahum nikalava ema thi to jya bahaar
ajnan to gha ena upar to, maratunne maratum jaya, ema haiyu ...
buddhi maa dubaki jivanamam jya maratone marato jau
kadi kadi shvas re mara, emai to rundhaine round .. .
raah joum jivanamam hu to jeni, najar maa jya jaladi na e aavi jaay
haiyammam halachala e to evi machavi jaya, ema haiyu ...
sahayani aash laine nikalyo jya hum, jag maa najar jya tya phenkato jau
mali na sahaay koi dishamanthi jya jara, ema haiyu ...
premani ushma jaagi jya haiye, anya ena upaay thandu paniyum pheravi jaay
gha ena to haiyamm tham. ..
gaadi jivanani purapata dodatine dodati jaya,
avarodhone avarodho ene rokatine rokati jaya, ema haiyu ...
karmone Karmoni re gunthani jag maa jya jivanane kantatine kantati jaay
Haiye jya e to sahan na thaya, ema haiyu ...
prabhu na rasamam jya raas malyo mane evo, haiyanne majabutane majboot kartu jaay
jivanamam ene tya koi asar na thaya,
haiyu re marum, kalajum re marum, aanand maa tya jola khaya
|