પીંછાં વિનાનો મોર તો લાગે ભૂંડો, લાગે સુંદર એ તો પીંછાંથી
રાસ-રચીલાથી ઘર તો શોભે, શોભે સાચું તો મીઠા આવકારથી
સુંદર વસ્ત્રોથી નારી ઊઠે દીપી, દીપી ઊઠે એ તો સાચા સંસ્કારથી
સુંદર શણગારથી તન શોભી ઊઠે, જીવન તો શોભી ઊઠે સદ્દગુણોથી
ફૂલ શોભી ઊઠે રંગ ને આકારથી, કર્મો શોભી ઊઠે તો સદ્દકૃત્યોથી
માનવ શોભી ઊઠે તો મિત્રોથી, વન શોભી ઊઠે લીલી વનરાઈથી
મૂર્તિ શોભી ઊઠે તો શણગારથી, ભોજન શોભી ઊઠે તો સ્વાદથી
ભાષણ શોભી ઊઠે વિચારથી, પંડિત શોભી ઊઠે એના જ્ઞાનથી
સબંધ શોભી ઊઠે વ્યવહારથી, નદી-સરોવર તો શોભે જળથી
ભજન તો શોભી ઊઠે ભક્તિથી, જીવ શોભી ઊઠે તો પ્રભુકૃપાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)