છું હું તો એક બાળ તારો, તું છે રે મારી ‘મા’
હોય જો તું ઊછળતો સાગર, છું હું મોજું તો એમાં
જો વિશાળ આકાશ છે તું, છું હું તારલિયું તેમાં
વિશાળ ધરતી જો હોય તું, છું એક રજકણ તો તેમાં
વરસતો વરસાદ હોય જો તું, છું એક બિંદુ તો તેમાં
હોય જો પ્રકાશનો પુંજ તું, છું એક કિરણ તો તેમાં
હોય જો વિશાળ અન્નંભંડાર તું, છું એક કણ તો એમાં
વિશાળ વિધ રુવાંટાં હોય તારા, છું એક રુવાંટું તો એમાં
વિશાળ જ્યોત જગમાં જગમગે, છું એક જ્યોત તો તેમાં
વિશાળ શક્તિનો પુંજ હોય જો તું, છું એક બિંદુ તો તેમાં
છે તું તો જગની મંઝિલ, હું છું એક પથિક તો તેમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)