Hymn No. 1494 | Date: 19-Sep-1988
|
|
Text Size |
 |
 |
કોઈએ ભજી તને તો મા, અંબા ગણી, કોઈએ ભજી તને તો મા, કાળકા કહી
Koiye Bhaji Tane Toh Ma, Amba Gadi, Koiye Bhaji Tane Toh Ma, Kalika Kahi
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
કોઈએ ભજી તને તો મા, અંબા ગણી, કોઈએ ભજી તને તો મા, કાળકા કહી કોઈએ ભજી તને તો કનૈયો ગણી, ભાવે ભાવે રૂપ તું તો ધરતી રહી કોઈએ ભજી તને તો શિવશંકર કહી, કોઈએ ભજી તને તો ગણપતિ ગણી કોઈએ ભજી તને તો બુદ્ધ ગણી, ભાવે ભાવે રૂપ તું તો ધરતી રહી કોઈએ પૂજી તને તો નેમિનાથ કહી, કોઈએ ભજી તને તો જિસસ કહી કોઈએ ભજી તને તો જરથુસ્ત્ર ગણી, ભાવે ભાવે તો રૂપ તું તો ધરતી રહી કોઈએ ભજી તને તો નાનક ગણી, કોઈએ ભજી તને સ્વામીનારાયણ ગણી કોઈએ ભજી તને તો અલ્લાહ કહી, ભાવે ભાવે રૂપ તું તો ધરતી રહી કોઈએ તને જ્ઞાનની તો મૂર્તિ ગણી, કોઈએ તને તો કર્મની કેડી ગણી કોઈએ તને તો તપનો છેડો ગણી, ભાવે ભાવે રૂપ તું તો ધરતી રહી કોઈએ ભજી તને તો નિરાકારી ગણી, કોઈએ ભજી તને તો સાકાર ગણી કોઈએ ભજી તને તો ભક્તિસાગર, કહી ભાવે ભાવે રૂપ તું તો ધરતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|