ના મળ્યો મેળ તન ને મનનો તો જરા
જીવનમાં, બન્યો બેસૂરો, ત્યાં તો સંસાર
મળ્યા નિરાશાના ઘૂંટડા તો લગાતાર - જીવનમાં...
કુદાવ્યા કલ્પનાના ઘોડા, ના કીધો શક્તિનો વિચાર - જીવનમાં...
બન્યા કામક્રોધના ઘોડા તો બેલગામ - જીવનમાં...
ગુમાવી સત્યને સમજવાની શક્તિ તો જ્યાં - જીવનમાં...
મારી લાત જીવનમાં, વિવેક-વિનયને તો જ્યાં - જીવનમાં...
ગણ્યા અન્યને તુચ્છ, ભરી હૈયે અહં તો ભારોભાર - જીવનમાં...
અહમે ઘેરાઈ લીધા ખરાં-ખોટા નિર્ણયો અપાર - જીવનમાં...
ના દિશા સૂઝી, ના દિશા ગોતી, ચાલ્યો તો બેસુમાર - જીવનમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)