Hymn No. 1496 | Date: 20-Sep-1988
|
|
Text Size |
 |
 |
1988-09-20
1988-09-20
1988-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12985
કોઈ પૂર્વજન્મના પુણ્યનો મળ્યો જ્યાં સથવારો
કોઈ પૂર્વજન્મના પુણ્યનો મળ્યો જ્યાં સથવારો મળ્યો આ જીવનમાં તો, મહામૂલો માનવ જનમારો વાસનામાં જાશે જો ખૂંપી, કિનારે આવેલી નાવ તો જાશે રે ડૂબી યત્ને યત્ને તો, તારા મનને દેજે, પ્રભુ તરફ વાળી જાગે હૈયામાં કામ ક્રોધ, દેજે સદા એને તો બાળી - વાસનામાં... ધરમની નદીઓ ઊંડી, જીવનમાં દેજે રે વહાવી રાખજે, સદા તારા પુણ્યની ગઠરી તો ભારી - વાસનામાં... મળે સફળતા કે ના મળે, પુણ્યપંથ દેજે ના છોડી ધીરજથી જીવનમાં, ડગલાં રહેજે સદા તો ભરી - વાસનામાં... નથી જોયાં કર્મો, ના જોયાં પ્રભુને, રાખજે વિશ્વાસ ટકાવી પડતા રહેશે શ્રદ્ધા પર ઘા, વિશ્વાસ દેજે ના ગુમાવી - વાસનામાં...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi purva janam na punyano malyo jya sathavaro
malyo a jivanamam to, mahamulo manav janamaro
vasanamam jaashe jo khumpi, kinare aveli nav to jaashe re dubi
yatne yatne to, taara mann ne deje, prabhu taraph valhai jaage
hada. ..
dharamani Nadio andi, jivanamam deje re vahavi
rakhaje, saad taara punyani gathari to bhari - vasanamam ...
male saphalata ke na male, punyapantha deje na chhodi
dhirajathi jivanamam, dagala raheje saad to bhari - vasanamam ...
nathi joyam Karmo, na joyam prabhune, rakhaje vishvas takavi
padata raheshe shraddha paar gha, vishvas deje na gumavi - vasanamam ...
Explanation in English
In this Gujarati bhajan, Pujya Kakaji is saying…
When virtues of your past lives are supporting you,
then only you get this invaluable birth of a human in this life.
If you get swayed by temptations, then the boat which has reached the shore will also sink.
With efforts and more efforts, divert your mind towards the Divine.
When anger and lust rises in your heart, then immediately burn it off.
Fill up your life with the deep rivers of spirituality.
Always keep the bag of virtues heavy.
Whether you succeed or not, never leave the path of virtues.
Actions are not seen, God is also not seen, but keep utmost faith.
The faith will be tested, but do not leave the confidence.
In this bhajan, Kaka (Satguru Devendra Ghia) is urging us to not waste our invaluable human birth behind the negativity. Instead, fill our life with virtues, devotion, and faith. And make many, many efforts to move forward towards Divine with a one-pointed focus. This opportunity of human life should never be wasted.
|