સાગરપેટો કાળ છે, સમાયા કેટલા ના મળે હિસાબ
જન્મે જે-જે આ જગમાં, સહુ એના પેટમાં તો સમાય
નાથી શકે ના કોઈ કાળને, કોઈ વિરલો પાછો પાડી જાય
કૃષ્ણ જેવાએ નાથ્યો એને, રાખી હાથમાં તો એની લગામ
સાવિત્રી જેવી સતીઓ, મનાવી શકી કાળને સદા
સત્યવાનને પાછો લીધો, પહોંચી તો કાળને દ્વાર
નચિકેતા જેવા વિરલા જાગ્યા, ઊભો રહ્યો ત્યાં કાળ
રહસ્ય જગનું એ તો પામ્યા, ઊભો હાથ જોડીને કાળ
મોટા-નાના, કાળા-ગોરા, ના રાખે એ ભેદ તો જરાય
સમય-સમય પર રહ્યા સમાતા, શું મહિપતિ કે કંગાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)