1995-06-09
1995-06-09
1995-06-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1300
આ તું સાનમાં સમજી જાજે, આ તો તું સાનમાં સમજી જાજે
આ તું સાનમાં સમજી જાજે, આ તો તું સાનમાં સમજી જાજે
જીવનમાં ચપટી ધૂળ ભી કામ લાગે, જીવનમાં સંઘરેલો સાપ પણ કામ લાગે
ઉતાવળ વખતે કરી ના તેં ઉતાવળ, ઉતાવળ વખતે ના ધીરજ કામમાં આવે છે
તારું ને તારું રે મનડું જીવનમાં, નાંખતુંને નાંખતું બધા એ તો રહ્યું છે
જીવન છે તો તારું, તારાને તારા કર્મોના પડઘા પડતા રહેવાનાં છે
દિવસ પછી રાત આવે, ને રાત પછી સવાર પડે છે, ક્રમ આ ચાલુ રહે છે
જીવજંતુને કર્યા ના યાદ કોઈએ જીવનમાં, તોયે પીડા ઊભી એ તો કરી જાય છે
દેખાતા શત્રુઓ તો સજાગ રાખે છે,અદીઠ શત્રુઓ સદા ઊંઘ ઝડપી લે છે
સંઘરી સંઘરી દુઃખ દર્દ હૈયાંમાં, રાખીશ હૈયાંને દુઝતું એમાં, ના એ કામ લાગે છે
પ્રેમ તો જીવનના શ્વાસ છે, જીવનમાં છેલ્લા શ્વાસ સુધી તો પ્રેમ કામ લાગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ā tuṁ sānamāṁ samajī jājē, ā tō tuṁ sānamāṁ samajī jājē
jīvanamāṁ capaṭī dhūla bhī kāma lāgē, jīvanamāṁ saṁgharēlō sāpa paṇa kāma lāgē
utāvala vakhatē karī nā tēṁ utāvala, utāvala vakhatē nā dhīraja kāmamāṁ āvē chē
tāruṁ nē tāruṁ rē manaḍuṁ jīvanamāṁ, nāṁkhatuṁnē nāṁkhatuṁ badhā ē tō rahyuṁ chē
jīvana chē tō tāruṁ, tārānē tārā karmōnā paḍaghā paḍatā rahēvānāṁ chē
divasa pachī rāta āvē, nē rāta pachī savāra paḍē chē, krama ā cālu rahē chē
jīvajaṁtunē karyā nā yāda kōīē jīvanamāṁ, tōyē pīḍā ūbhī ē tō karī jāya chē
dēkhātā śatruō tō sajāga rākhē chē,adīṭha śatruō sadā ūṁgha jhaḍapī lē chē
saṁgharī saṁgharī duḥkha darda haiyāṁmāṁ, rākhīśa haiyāṁnē dujhatuṁ ēmāṁ, nā ē kāma lāgē chē
prēma tō jīvananā śvāsa chē, jīvanamāṁ chēllā śvāsa sudhī tō prēma kāma lāgē chē
|