હે જગવ્યાપીની, જગજનની ‘મા’
મુજ નાના હૈયામાં, જાજે આવીને તો વસી
તુજ દોટ તો છે જગભરમાં
છે દોટ તો મારી ફરી-ફરી મુજ હૈયામાં
છે સકળ જગમાં તો સહુએ, તને તો તારા
ના બનાવી શક્યો, તને હું તો મારી
કદી લાગે તું પાસે, કદી તો અકારી
સફળતા નિષ્ફળતાની બાજી છે હાથ તારા
રાખ્યું સકળ સૃષ્ટિમાં તેં તો બધું ભર્યું-ભર્યું
ના અટકી તોય જગમાં માંગ તો મારી
રાખી ન ખોટ જ્ઞાનની તેં તો જગમાં
છે તોય મુજ હૈયે, અજ્ઞાન ભર્યું ભારી
છે સૃષ્ટિના સર્જનથી, પ્રલય સુધી રાજ તારું
માની રહ્યો મોટો મુજને, ભરી હૈયે મારું-મારું
આવીને આજે વસજે તું નાના મારા હૈયામાં
પડશે અગવડ તને, મુજ કાજે લેજે સ્વીકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)