મળ્યું જીવનમાં તને જે જે, ભાગ્ય એને તેં તો ગણ્યું
સરકી ગયું જ્યાં હાથમાંથી, ત્યારે એને તો તેં શું ગણ્યું
ઊંડા પુરુષાર્થ જીવનમાં તારા, ભાગ્યને જ્યાં ના એ વીંધી શક્યું
ભાગ્ય ગણીને એને જીવનમાં, લાચારીથી એને તેં સ્વીકારી લીધું
કર્મોની કહાની ને કર્મોની ગૂંથણી, જીવનમાં તને શું એ મૂંઝવી ગયું
ભાગ્યની તેજીમાં મનડું તારું, જીવનમાં જ્યારે તો ભમી ગયું
ભાગ્યને ત્યારે તો તેં, પ્રેમથી ભાગ્ય કેમ ના એને ગણ્યું
દુઃખને જો તેં ભાગ્ય ગણ્યું, સુખને આવડતનું રૂપ કેમ ગણ્યું
બદલી વ્યાખ્યા ભાગ્યની, ભાગ્ય તને તો ત્યાં જોતું રહ્યું
ભાગ્યને ભાગ્ય ઉપર રાખ્યો આધાર, પુરુષાર્થ નબળું પડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)