જે જગમાં નથી વાસ તારો તો કાયમનો
તે કાજે તો જગમાં તો તું ખૂબ મથે
આવ્યો ક્યાંથી, જાશે ક્યાં, નિત્ય બેફિકર એમાં રહે
જાતાં આવતા, જોશે કંઈકને, સમજદારીથી ના સમજે
અવતારીના અવતારી આવી, સમજાવી વિદાય લે
આશા ભરી ખોટી હૈયે, નિરાશાને તો નોતરે
અન્યને ખોટા ગણી, ખુદને સાચા ઠેરવવા સદા મથે
દુઃખી-સુખી જોવે સહુને, ખુદનો તો ના વિચાર કરે
નાશવંત ચીજો દૃષ્ટિ સામે, સાચી એને સદા સમજે
કરવા ઓળખ અન્યની ઉત્સુક બને, ખુદની ઓળખાણ ભૂલે
માયાને ઓળખે તોય, માયામાં સદા ડૂબ્યો રહે
પગ રાખે જકડી વાસનાથી, મુક્તિના તે સપના સેવે
રાખી નજર જગ ને માયામાં, કર્તાની નજર તો ચૂકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)