કેમ કરી તને સમજાવું રે માડી, કેમ કરી સમજાવું
જાગ્યા ઉમંગો, જાગ્યા ભાવો, ભાવે ભાવે હું તો તણાઉં
કહેવા બેસું જ્યાં તને તો, જોતાં મુખડું કહેવું ભૂલી જાઉં
વાત હૈયે ભરી ઘણી, આજ તો ખાલી કરી જાઉં
ભાર હૈયે ભર્યો છે ઘણો, આજે તારી પાસે ખાલી થાવું
ગુણ ગાવા બેસું તારા તો, ભાન મારું ભૂલી જાઉં
અકળાઈ કરું કોશિશ માગવા, માગવાનું ભૂલી જાઉં
રાતદિન રાજી કરવા તને, રાજી હું તો થાતો જાવું
ઉપર નીચે બહાર દેખું તને, હૈયે તને તો સમાવું
આવી વસજે હવે હૈયે મારા, ભેદ બધા ભૂલી જાઉં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)