છે જગસૃષ્ટા, છે જગનિયંતા પાલનકર્તા જે
એવી એ જગજનની ‘મા’, તારા હૈયામાં તો વસે
છે એ જગકર્તા, છે એ દૃષ્ટાની પણ દૃષ્ટા રે - એવી...
છે એ તો જગવ્યાપક, છે એ પૂર્ણપ્રકાશક રે - એવી...
છે એ કાળની પણ કાળ, છે એ રક્ષણકર્તા રે - એવી...
છે એ બહુરૂપધારી, છે એ બહુ નામધારી રે - એવી...
છે એ નર કે નારી, છે એ સકળ તત્ત્વધારી રે - એવી...
છે મુખ, હાથ, પગ અનેક, છે એ વિરાટ રૂપધારી રે - એવી...
છે વેદની ઉદ્દગાતા, છે વેદની એ ધ્યાતા રે - એવી...
છે એ જ્ઞાનીનું જ્ઞાન, છે એ મહાનની મહાન રે - એવી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)