તરવું છે તો તારે હાથે, ડૂબવું છે તો તારે હાથે રે માડી
તું તારજે કે ડુબાડજે રે (2)
ચાલવું છે તો તારી પાસે, અટકવું છે તો તારી પાસે રે માડી
તું ચલાવજે કે અટકાવજે રે (2)
બોલવું છે તો તારી સાથે, સાંભળવું છે તો તારી પાસે રે માડી
તું બોલાવજે કે સંભળાવજે રે (2)
હસવું છે તો તારા હાથે, રડવું છે તો તારી પાસે રે માડી
તું હસાવજે કે રડાવજે રે (2)
ઊઠવું છે તો તારા હાથે, બેસવું છે તો તારી પાસે રે માડી
તું ઉઠાડજે કે બેસાડજે રે (2)
જીવવું છે તો તારા હાથે, મરવું છે તો તારી પાસે રે માડી
તું જીવાડજે કે મારજે રે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)