બન્યો ના બન્યો ત્યાં તો
પિંખાઈ ગયો રે માળો મારો, ચૂંથાઈ ગયો માળો મારો
ફૂટી ના ફૂટી રે પાંખો ત્યાં તો
તૂટી ગયો રે માળો મારો, ચૂંથાઈ ગયો માળો મારો
નાખ્યો ના નાખ્યો રે પાયો, ત્યાં તો
હચમચી ગયો રે પાયો મારો, હચમચી ગયો રે
ખાધું ના ખાધું રે ત્યાં તો
ઓડકાર મોટો તો આવી ગયો રે
સફર શરૂ કરી ના કરી રે ત્યાં તો
થાક સફરનો તો લાગી રે ગયો રે
જોશ જવાનીનું, જામ્યું ના જામ્યું રે ત્યાં તો
બુઢાપો તો આવી ગયો રે (2)
પ્રકાશ હજી જડયો ના જડયો રે ત્યાં તો
અંધકાર તો છવાઈ ગયો રે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)