Hymn No. 1558 | Date: 31-Oct-1988
|
|
Text Size |
 |
 |
કોઈ જન્મે ઝૂંપડીમાં, તો કોઈ જન્મે મહેલમાં
Koi Janme Jhupdima, Toh Koi Janme Mehalma
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1988-10-31
1988-10-31
1988-10-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13047
કોઈ જન્મે ઝૂંપડીમાં, તો કોઈ જન્મે મહેલમાં
કોઈ જન્મે ઝૂંપડીમાં, તો કોઈ જન્મે મહેલમાં જેવું જેનું ભાગ્ય, જીવનમાં એમ મળતું જાય છે કોઈ જનમતા આનંદે મ્હાલે, કોઈ જીવન દુઃખે ઊભરાય છે - જેવું... કોઈને શરીરસુખ મળ્યું, કોઈ તો દર્દે પીડાય છે - જેવું... કોઈ સ્વભાવે શીતળ રહે, કોઈ ક્રોધે જલતા જાય છે - જેવું... કોઈને જગનો મિત્ર માને, કોઈના મિત્ર દુશ્મન થાય છે - જેવું... કોઈ દેખાયે ઊંડા ઊંડા, કોઈ તો છીછરા વરતાય છે - જેવું... કોઈના શબ્દ ઝીલવા, જગ રહે તૈયાર કોઈના શબ્દની ઠેકડી ઉડાવાય રે - જેવું... કોઈ લાગે અંતરની પાસે, કોઈ તો દૂરને દૂર થાય છે - જેવું... કોઈ રહે ભલે આ જગમાં, જગથી એ તો જુદો દેખાય છે - જેવું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi janme jumpadimam, to koi janme mahelamam
jevu jenum Bhagya, jivanamam ema malatum jaay Chhe
koi janamata anande Nhale, koi JIVANA duhkhe ubharaya Chhe - jevu ...
koine sharirasukha malyum, koi to Darde pidaya Chhe - jevu ...
koi svabhave Shitala rahe , koi krodhe jalata jaay che - jevu ...
koine jagano mitra mane, koina mitra dushmana thaay che - jevu ...
koi dekhaye unda unda, koi to chhichhara varataay che - jevu ...
koina shabda jilava, jaag rahe taiyara. koina shabdani thekadi udavaya re - jevu ...
koi laage antarani pase, koi to durane dur thaay che - jevu ...
koi rahe bhale a jagamam, jagathi e to judo dekhaay che - jevu ...
|
|