ના કહી શકીશ કદી, તું રે માડી
કે, હું તારો નથી, હું તારો નથી
ઘૂમ્યો ખૂબ જગમાં, સમજ્યો હવે તો માડી
કે, તારા વિના મારો કોઈ આરો નથી
જોર તારી માયાનું તો છે ખૂબ જગમાં
ખેંચાયો એમાં, વાંક તો એમાં તારો નથી
મન રહ્યું ખૂબ ચંચળ, ના સ્થિર રહ્યું તુજમાં
ઘૂમ્યો ખૂબ, વાંક તો એમાં તારો નથી
રાતદિન રહ્યા જાતાં, એમ ને એમ અંતર રહ્યા
ના થયો મેળાપ તારો, વાંક તો એમાં તારો નથી
સાચો સહારો, સહુનો છે તું તો જગમાં
તારા વિના મને કોઈ સહારો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)