મનનો નચાવ્યો માનવ નાચે, ધાર્યું એ તો કરતું જાય
રે માનવ, તોય મનમાં તું શાને ફુલાય છે (2)
વાસનાનો ખેંચાતો માનવ, સદા ખેંચાતો જાયે - રે માનવ...
માનવનું ધાર્યું કંઈ ન થાયે, ધાર્યું પ્રભુનું તો થાયે - રે માનવ...
ટકરાતા સ્વાર્થ માનવના, મિત્રને દુશ્મન કરતા જાયે - રે માનવ...
વિરાટ વિશ્વમાં અલ્પ છે એ તો, અહંમાં ખૂબ તણાયે - રે માનવ...
જગમાં જાણે એ તો થોડું, વિશેષથી છે એ અજાણ - રે માનવ...
નથી સંજોગ પર કાબૂ એના, સંજોગો ઘસડાતા જાય - રે માનવ...
સુખદુઃખ નથી રે એના, તોય એના માનતો જાયે - રે માનવ...
છે જગમાં તો પ્રભુ એક જ સાચા, એને ભજજો સદાયે - રે માનવ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)