Hymn No. 1574 | Date: 14-Nov-1988
|
|
Text Size |
 |
 |
1988-11-14
1988-11-14
1988-11-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13063
સમાવ્યા ધરતીએ કેટલાને, હિસાબ એનો નહિ જડે
સમાવ્યા ધરતીએ કેટલાને, હિસાબ એનો નહિ જડે આવશે કેટલા આ જગમાં, ના કોઈ એ કહી શકે કંઈકે તો ધરતીને રે પાપથી રગદોળી કંઈકે તો ધરતીને ધોઈ રે પુણ્યથી હિસાબ છે એનો તો જગમાં રે કર્તા પાસે ના છુપાવી શકાશે એને તો લાખ કોશિશે ના રંક કે રાયના ભેદ, એણે હૈયે તો રાખ્યા સમય સમય પર તો સહુને એણે સમાવ્યા દીધા માનવને ધરી ભંડાર, ફળ ફૂલ ને અન્નતણા ધર્યો દાણો એક ધરતીને, ધરતીએ અનેક તો દીધા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samavya dharatie ketalane, hisaab eno nahi jade
aavashe ketala a jagamam, na koi e kahi shake
kamike to dharatine re papathi ragadoli
kamike to dharatine dhoi re punya thi
hisaab che eno to jag maa re karta paase rank
na chhupavi shakashe koshana ene to lakhha
na , ene haiye to rakhya
samay samaya paar to sahune ene samavya
didha manav ne dhari bhandara, phal phool ne anantanaa
dharyo daano ek dharatine, dharatie anek to didha
|
|