નથી જગમાં કોઈનો તું, નથી જગમાં રે કોઈ તારું
સ્વાર્થે બંધાઈ, માને અન્યને તું, અન્ય માને તને તો મારું - નથી...
છોડયા કેટલાને તેં, છોડશે તો તું કેટલાને ન જાણે - નથી...
ના રહ્યો તું કોઈનો, રહેશે ના તું કોઈનો કે કોઈ તારું - નથી...
ના ઓળખે તું તુજ આતમને, ઓળખે એક તું સ્વાર્થને - નથી...
કરી શકીશ અન્યને ક્યાંથી તારું, નથી રહ્યું જ્યાં મનડું તારું - નથી...
સુખને ગણશે જ્યાં તારું, નથી સદા એ પણ રહેવાનું - નથી...
છે આધાર જેનો અન્ય ઉપર, નથી કદી એ તારું થવાનું - નથી...
રીત જગની સદા આ ચાલી, નથી કદી એ તો બદલાઈ - નથી...
ગણજે એક પ્રભુને તું તારા, સાથ કદી નથી એ છોડનારા - નથી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)