કરી મેહનત જાશે વાતોએ વળગી
જોજે ગાડી તારી જાશે રે છૂટી - (2)
સમય પર એ આવી જાશે, સમય પર છૂટી – જોજે…
ના રોકાશે એ કદી, ના વાટ કોઈની જોતી - જોજે…
ક્ષણે ક્ષણની છે કિંમત, આળસમાં દેજે ના વેડફી - જોજે…
ના ખબર આવશે, છે બીજી ગાડી કે નહિ - જોજે…
સમય વર્તી, જોજે રાહ, સમયની તૈયારી કરી - જોજે…
ક્ષણ વીતે ભલે ઘણી, જોજે ક્ષણ એ ના જાયે વીતી - જોજે…
આવી ભલે ક્યાંયથી તારા ધામે, દેશે પહોંચાડી - જોજે…
બાંધવા જાજો રે સામાન, જાતો ના એને રે ચૂકી - જોજે…
પકડીશ કે ના પકડીશ, સમય પર જાશે એ દોડી - જોજે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)