રાખું રે આશા જીવનમાં રે શાને, કરવી નથી રે મારે જ્યાં નિરાશાની તૈયારી
તણાવું નથી જીવનમાં રે મારે દુઃખની દુનિયામાં, રાખવી છે મારે જ્યાં સુખની તૈયારી
શંકાને સ્થાન દઉં હૈયાંમાં તો હું શાને, વિશ્વાસે જીવનમાં રાખવી છે ચાલવાની તૈયારી
પહોંચવું છે મંઝિલે જીવનમાં મારે તો જ્યાં, રાખવી છે જીવનમાં જાગૃતિની તૈયારી
સાધવા છે શુમેળ જીવનમાં રે જ્યાં, છોડવી જીવનમાં રે ત્યાં, ખટપટોની તૈયારી
કરવી છે જીવનની સાધના જ્યાં પૂરી, રાખવી છે મક્કમતા ને ધીરજની તો તૈયારી
સ્થાપવા છે જીવનમાં જ્યાં દૃઢ સંબંધ, રાખવી છે જીવનમાં તો ભૂલવાની તૈયારી
અપનાવવા છે જીવનમાં રે જ્યાં સહુને, ત્યાં હૈયે રાખવી છે રે પ્રેમની તૈયારી
વધવું છે રે જીવનમાં રે જ્યાં, રાખવી છે રે મારે પુરુષાર્થની તો તૈયારી
દુઃખી થાવું નથી જીવનમાં રે જ્યાં, રાખવી છે મારે, સહુને સમજવાની ને જાણવાની તૈયારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)