દેશો આમંત્રણ દેવોને, ના જલદી એ આવશે (2)
દેશો આમંત્રણ દાનવને, દોડી દોડી એ તો આવશે
કહેશો મુશ્કેલીઓ સંતને, મારગ તો એ કાઢશે
કહેશો મુશ્કેલીઓ શઠને, લાભ એ લઈ જાશે
દુઃખમાં તો જગમાં, સાથ તો સહુ છોડશે
દુઃખમાં તો જગમાં પ્રભુ તો સદા યાદ આવશે
પ્યારથી તો જગ હૈયે ભર્યું ભર્યું તો લાગશે
ક્રોધમાં તો જગ સદા દુશ્મન તો લાગશે
નામસ્મરણ સાચું, ચિત્ત પ્રભુનું તો ચોરી જાશે
સ્વાર્થ ભરેલું હૈયું તો કોરું ને કોરું તો રહી જાશે
સબંધ કાચા કે સાચા, વખત તો એને કહી જાશે
પ્રભુ સાથેના સબંધમાં, ઓટ કદી નહિ આવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)