Hymn No. 1594 | Date: 07-Dec-1988
|
|
Text Size |
 |
 |
સ્વાર્થમાં નાચી, સ્વાર્થમાં રાચી, સ્વાર્થમાં તણાતો રહ્યો પ્રભુતણા દર્શનમાં, સ્વાર્થે પડદો તો પાડી દીધો ક્રોધમાં ડૂબી, ક્રોધમાં ભૂલી, ક્રોધમાં તો સળગી રહ્યો પ્રભુતણા દર્શનમાં, ક્રોધે પડદો તો પાડી દીધો વૈરમાં ભૂલી, વેરમાં ખૂંપી, વેરમાં તો જલતો રહ્યો પ્રભુતણા દર્શનમાં વૈરે, પડદો તો પાડી દીધો અહંમાં ડૂબી, અહંમાં ફૂલી, અહંમાં ઘસડાતો રહ્યો પ્રભુતણા દર્શનમાં અહંમે, પડદો તો પાડી દીધો કામમાં જળી, કામમાં બળી, કામમાં ડૂબતો ગયો પ્રભુતણા દર્શનમાં, કામે પડદો તો પાડી દીધો માયામાં નાચી, માયામાં રાચી, માયામાં ડૂબતો રહ્યો પ્રભુતણા દર્શનમાં, માયાએ પડદો તો પાડી દીધો લોભમાં લલચાઈ, લોભમાં તણાઈ, લોભમાં તણાતો ગયો પ્રભુતણાં, દર્શનમાં, લોભે પડદો તો પાડી દીધો ઇર્ષ્યામાં જલી, ઇર્ષ્યામાં ભૂલી, ઇર્ષ્યામાં જલતો રહ્યો પ્રભુતણાં દર્શનમાં, ઇર્ષ્યાએ પડદો તો પાડી દીધો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|