કરું સન્માન તારું કેવી રીતે, હો જગમાતા રે જગમાતા
નથી જડતાં રે શબ્દો સાચા, માનવા તો આભાર તારા - હો...
દીધું ઘણું, દેતી રહે, જોયાં ન તેં તો દોષો અમારા - હો...
માગણી અમારી વધતી રહે, ના જોયાં અમે કર્મો અમારા - હો...
સદા અમને તો બાળ ગણી, ના જોઈ કદી ભૂલો અમારી - હો...
ખુલ્લા દિલે દીધી માફી, ના સુધર્યા તોય જીવન અમારા - હો...
હસતા કહીએ કે રડતા કહીએ, પડશે ના ફરક કાંઈ એમાં - હો...
સ્વાર્થ ભરેલી રહેશે વાતો અમારી, ભર્યા છે સ્વાર્થે હૈયા અમારા - હો...
તું તો છે સદા અમારી, ના સમજ્યા અમે, પ્યાર તારો - હો...
વહાલભરી લપડાક મારે, રહે હૈયે તો સદા પ્યાર વહેતા - હો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)