ધરી જનમ આવ્યો જગમાં, લો મુસાફરી તો શરૂ થઈ ગઈ
ના જાણું મુસાફરીનો, આ જનમ શરૂઆત છે કે એનો અંત છે
ના જાણું આવી જગમાં, ચાલ્યો કેટલું કે છે કેટલું બાકી
છે આશા હૈયામાં એક, ચાલતા રે ચાલતા આવશે એનો અંત રે
પગ તો રહ્યા છે પડતા, ના દેખાયે કાંઈ આગળ કે પાછળ
ના સમજાયે શું કરવું ના કરવું, રહ્યો છું ચાલી આગળ
કદી ખીણમાં જાશે ગબડી, કદી જાશે ચડાણ તો ચડી
ના સમજાશે ગયો ક્યાં પહોંચી, મંઝિલ હશે ના જો નક્કી
મુસાફરી હશે તેજે કે અંધારે, રહેવું પડશે તો ચાલી
રહેશે સદાયે તું તો ચાલી, છે પ્રભુ પાસે તો એની ચાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)