કરી મહેનત દિલથી, વહાવ્યો પસીનો પ્રેમથી
મંઝિલ તોય ના મળી, મંઝિલ તોય ના મળી
દિલને દર્દથી ભર્યું, પોકાર તો પ્રભુને કરી
અવાજ મારો તોય ના પહોંચ્યો, ના પહોંચ્યો
પડદા પાછળ અણસાર તારો, પડદા ચીરતો રહ્યો
હસ્તી તોય પડદાની ના મટી, રે ના મટી
અંતરથી અંતર ઘટાડતો ગયો, ન જાણું પહોંચ્યો નજદીક કેટલે
રહ્યું અંતર તોય બાકી ને બાકી, રે બાકી ને બાકી
ઇચ્છાઓ સમાવતો ગયો, રહી તોય ઇચ્છાઓ જાગતી
રહી ઇચ્છાઓ તોય હૈયે ભરી, ન આવ્યો એનો અંત રે, અંત રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)