લઈ શકે તો લઈ લે રે માડી, દુઃખ-દર્દ તો મારું
ના લઈ શકે તો, દઈ દેજે રે મને, દુઃખ-દર્દ તો તારું
ના રહે ઇચ્છા બીજી રે મુજમાં, રહે તુજ દર્શનની ઇચ્છા મારી
બીજી ઇચ્છા પૂરી કરે કે ના કરે, કરજે પૂરી આ એજ ઇચ્છા મારી
રહ્યો રાતદિન માયામાં ડૂબી, ડૂબી ગયો માયામાં તારી
વળગી ગઈ ખૂબ હૈયે, વળગી ગઈ છે ખૂબ હૈયે મારી
ઘૂમ્યો ખૂબ માયામાં, થાક્યો છું રે માયાથી તો તારી
હવે તો સ્થિર કર તુજ ચરણમાં, કરી પૂરી આશ આ મારી
કહું શું તને, જાણે તું બધું, તોય કહું છું માડી મારી
છું હું સદાયે તારો, છે સદાયે તું તો મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)