Hymn No. 1621 | Date: 28-Dec-1988
|
|
Text Size |
 |
 |
1988-12-28
1988-12-28
1988-12-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13110
હોયે થોડું માનવ પાસે, રાખે તોયે બંધ એના રે દ્વાર
હોયે થોડું માનવ પાસે, રાખે તોયે બંધ એના રે દ્વાર ભર્યું ભર્યું છે તારી પાસે રે માડી, રાખે ખુલ્લા તારા રે દ્વાર યુગો યુગોથી છે અસ્તિત્વ તારું, નિત નવી તોયે દેખાય સમય સમય વીતતા જાતા, માનવદેહ તો રહે બદલાય જનમ ધરી મળે જે ધરા પર, બધું એ તો કાળમાં સમાય અજન્મા છે તું રે માડી, કાળ પણ સદા તારામાં સમાય ન નર કે તું નારી છે, રહે તોયે નરનારીમાં સરખી સમાય માનવ તો પોતાના ભાવોથી, નરનારી રૂપે તો ભજતા જાય સર્વ રસમાં તું રહી છે માડી, રસ સર્વે તુજમાં તો સમાય તુજ વિના રસ બધા ફીકા, તુજથી રસ સદા રસરૂપ થાય સંસારની મૂળ છે તું રે માતા, તુજથી સકળ સંસાર પોષાય તારા વિના ના સંભવે, સંસાર કદી સ્થિર ન થાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hoye thodu manav pase, rakhe toye bandh ena re dwaar
bharyu bharyum che taari paase re maadi, rakhe khulla taara re dwaar
yugo yugothi che astitva tarum, nita navi toye dekhaay
samay samaya bad vitata jata, manavdeh to raanara
dhara jata, manavdeh to raanara badhu e to kalamam samay
ajanma che tu re maadi, kaal pan saad taara maa samay
na nar ke tu nari chhe, rahe toye naranarimam sarakhi samay
manav to potaana bhavothi, naranari roope to bhajata jaay
sarva rasamam tu rahi che to samay tujaya, raas santa
tujh veena raas badha phika, tujathi raas saad rasarupa thaay
sansar ni mula che tu re mata, tujathi sakal sansar poshaya
taara veena na sambhave, sansar kadi sthir na thaay
|