બંધાયું કે બાંધ્યું વેર જો જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
જાણેઅજાણ્યે દૂભવ્યું દિલ જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
ફુલાઈ ફર્યા ખૂબ અભિમાને જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
કરી હત્યા નિર્દોષની રે જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
બોલી જૂઠું, પામી રે ન પામી જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
કરી ચોરી-લૂંટફાટ, રાચશે રે જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
ભરી આળસ હૈયે ઊંડા રે જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
ક્રોધે જલી, બળી ને બાળી રે જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
ડરી હરપળે, સદા-સર્વદા રે જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
ડૂબી, કે ઉત્તેજી કામવાસના રે જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
લોભે કર્યું ભેગું, રાચી એમાં રે જગમાં, ભલું ના એણે તો કોઈનું કીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)