1989-01-01
1989-01-01
1989-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13117
કયું ચલણ છે જગમાં સાચું, એ તો ના સમજાતું
કયું ચલણ છે જગમાં સાચું, એ તો ના સમજાતું
ધનવાન કહે ધન વિના છે જગમાં બીજું બધું સૂકું
છે ધન એક જ જગમાં તો સાચું
જ્ઞાનવાન, ગુણવાન, જ્ઞાનના જ્ઞાતા કહે, જ્ઞાન વિના બીજું ખોટું
છે જ્ઞાન એક જ જગમાં તો સાચું
વૈરાગ્યવાન, વૈરાગ્યના વખાણ સદા તો કરતા કહે
છે વૈરાગ્ય જીવનમાં તો એક જ સાચું
રૂપવાન સદા રૂપ તણા વખાણ કરે, રૂપ વિના બીજું ખોટું
છે રૂપ એક જ જીવનમાં તો સાચું
બળવાન તો બળના વખાણ કરે, છે બળ વિના બીજું ખોટું
છે બળ એક જ જીવનમાં તો સાચું
સત્તાવાન સત્તાના તો ગુણગાન ગાયે, છે સત્તા વિના બીજું ખોટું
છે સત્તા જીવનમાં તો એક જ સાચું
પ્રેમવીર તો પ્રેમના વખાણ કરે, છે વિના પ્રેમ તો જીવન સૂકું
છે પ્રેમ એક જ જીવનમાં તો સાચું
છે સાચું જીવનમાં એક જ, જે અંત સમયે આવે સાથે, છે એ એક જ સાચું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kayuṁ calaṇa chē jagamāṁ sācuṁ, ē tō nā samajātuṁ
dhanavāna kahē dhana vinā chē jagamāṁ bījuṁ badhuṁ sūkuṁ
chē dhana ēka ja jagamāṁ tō sācuṁ
jñānavāna, guṇavāna, jñānanā jñātā kahē, jñāna vinā bījuṁ khōṭuṁ
chē jñāna ēka ja jagamāṁ tō sācuṁ
vairāgyavāna, vairāgyanā vakhāṇa sadā tō karatā kahē
chē vairāgya jīvanamāṁ tō ēka ja sācuṁ
rūpavāna sadā rūpa taṇā vakhāṇa karē, rūpa vinā bījuṁ khōṭuṁ
chē rūpa ēka ja jīvanamāṁ tō sācuṁ
balavāna tō balanā vakhāṇa karē, chē bala vinā bījuṁ khōṭuṁ
chē bala ēka ja jīvanamāṁ tō sācuṁ
sattāvāna sattānā tō guṇagāna gāyē, chē sattā vinā bījuṁ khōṭuṁ
chē sattā jīvanamāṁ tō ēka ja sācuṁ
prēmavīra tō prēmanā vakhāṇa karē, chē vinā prēma tō jīvana sūkuṁ
chē prēma ēka ja jīvanamāṁ tō sācuṁ
chē sācuṁ jīvanamāṁ ēka ja, jē aṁta samayē āvē sāthē, chē ē ēka ja sācuṁ
|
|