1989-01-02
1989-01-02
1989-01-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13118
છાસ લેવા જવું, ને દોણી સંતાડવી, એમ તો ના કરાય
છાસ લેવા જવું, ને દોણી સંતાડવી, એમ તો ના કરાય
લેવું છે તારી પાસે રે માડી, મન તારાથી ના છુપાવાય
નાદાન બની ફર્યો જગમાં, નાદાનિયત તારી પાસે ના કઢાય
જાણી લે છે જ્યાં બધું રે તું, તુજથી શું છુપાવી શકાય
લઈ-લઈ, માગી-માગી મેળવી, અંતે અહીંનું અંહી રહી જાય
લેવું છે તારી પાસે એવું, જે સદા સાથે ને સાથે રહી જાય
દીધું બધાને, દેશે રે તું મને, ફરક એમાં નવ થાય
મેળવનારે ધીરજ ધરી છે, અપેક્ષા ધીરજની રખાય
તાવી તાવી તાવશે કેટલું, જ્યાં માખણ ઘી બની જાય
દર્શન વિના જીવન સૂનું, દર્શને એ જાગી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છાસ લેવા જવું, ને દોણી સંતાડવી, એમ તો ના કરાય
લેવું છે તારી પાસે રે માડી, મન તારાથી ના છુપાવાય
નાદાન બની ફર્યો જગમાં, નાદાનિયત તારી પાસે ના કઢાય
જાણી લે છે જ્યાં બધું રે તું, તુજથી શું છુપાવી શકાય
લઈ-લઈ, માગી-માગી મેળવી, અંતે અહીંનું અંહી રહી જાય
લેવું છે તારી પાસે એવું, જે સદા સાથે ને સાથે રહી જાય
દીધું બધાને, દેશે રે તું મને, ફરક એમાં નવ થાય
મેળવનારે ધીરજ ધરી છે, અપેક્ષા ધીરજની રખાય
તાવી તાવી તાવશે કેટલું, જ્યાં માખણ ઘી બની જાય
દર્શન વિના જીવન સૂનું, દર્શને એ જાગી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chāsa lēvā javuṁ, nē dōṇī saṁtāḍavī, ēma tō nā karāya
lēvuṁ chē tārī pāsē rē māḍī, mana tārāthī nā chupāvāya
nādāna banī pharyō jagamāṁ, nādāniyata tārī pāsē nā kaḍhāya
jāṇī lē chē jyāṁ badhuṁ rē tuṁ, tujathī śuṁ chupāvī śakāya
laī-laī, māgī-māgī mēlavī, aṁtē ahīṁnuṁ aṁhī rahī jāya
lēvuṁ chē tārī pāsē ēvuṁ, jē sadā sāthē nē sāthē rahī jāya
dīdhuṁ badhānē, dēśē rē tuṁ manē, pharaka ēmāṁ nava thāya
mēlavanārē dhīraja dharī chē, apēkṣā dhīrajanī rakhāya
tāvī tāvī tāvaśē kēṭaluṁ, jyāṁ mākhaṇa ghī banī jāya
darśana vinā jīvana sūnuṁ, darśanē ē jāgī jāya
|