છુપાયેલો અહંકાર, ઊંડો તારો, સપાટી પર જો આવી જાશે
તોફાન તો જીવનમાં, સરજી રે એ તો જાશે
દ્વાર સમજણના, બંધ એ તો કરી રે જાશે - તોફાન...
વહાલાને પણ વેરી, બનાવી રે એ તો જાશે - તોફાન...
દ્વાર પ્રગતિના તારા, રૂંધી રે એ તો જાશે - તોફાન...
નડતર જીવનમાં, ઊભી કરી રે એ તો જાશે - તોફાન...
ઊંડો ને ઊંડો તુજમાં, ઘૂંટાયા તો એ કરશે - તોફાન...
હાસ્યમાં તો તારી, કાલિમા ભરી એ તો જાશે - તોફાન...
ગ્રહણશક્તિમાં, વિઘ્ન ઊભા કરી એ તો જાશે - તોફાન...
અકારણ ગુસ્સો તારો, વધારી એ તો જાશે - તોફાન...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)