દઈ નાની નાની આંખ, દેખાડે દુનિયા વિશાળ
રે માડી, I thank you, I thank you, I thank you
દીધા તે નાના નાના હાથ, દેવા તો સહુને સાથ - રે માડી...
દીધી તે તો નાની નાની જીભ, કરવાને ગુણગાન - રે માડી...
ભરવા હૈયે સાચા ભાવ, દીધું તેં હૈયું વિશાળ - રે માડી...
કરું જ્યાં હું ભૂલ, તું તો કરે મને માફ - રે માડી...
સાંભળવા સુંદર વાત, દીધા કાન તેં તો માત - રે માડી...
કરવા સારા વિચાર, દીધી તેં બુદ્ધિ અપાર - રે માડી...
મૂંઝાઉં જ્યારે માત, કરજે પ્રેમથી તું વાત - રે માડી...
જીવવા જીવન માત, પૂર્યા તેં તો શ્વાસ - રે માડી...
કરવાને રક્ષણ માત, રહે તું સદા મારી સાથ - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)