Hymn No. 1633 | Date: 06-Jan-1989
|
|
Text Size |
 |
 |
લઈ ધરમનો સાથ, માનવતા હૈયે જાગી નથી, સાચો ધરમ તો સમજ્યો નથી લઈ પ્રભુનું નામ હૈયે, આનંદ જો પામ્યો નથી, સાચું નામ પ્રભુનું લીધું નથી લઈ પ્રેમના શ્વાસ, વેર હૈયેથી જો છૂટયું નથી, સાચો પ્રેમ તો કર્યો નથી લઈ જ્ઞાનના ઊંડા જ્ઞાન, અજ્ઞાન હૈયેથી જો શમ્યા નથી, સાચું જ્ઞાન તો પામ્યા નથી લઈ સદ્બુદ્ધિનો સાથ, પ્રભુકાજમાં જો લાગ્યો નથી, સાચો સાથ તો લીધો નથી લઈ સત્સંગનો સાથ, મન જો નિર્મળ થયું નથી, સાચો સત્સંગ તો કર્યો નથી લઈ ભાવનો હૈયે સાથ, હૈયું ભાવે જો પીગળ્યું નથી, સાચો ભાવ હૈયે તો જાગ્યો નથી લઈ ક્ષમાનો સાથ, હૈયેથી માફ જો કર્યો નથી, સાચી ક્ષમા તો દીધી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|