ઘેરાયો મુશ્કેલીએ, જીવનમાં તો જ્યારે ને જ્યારે
બચ્યો રે એમાંથી તો માડી, તારી કરુણાને કારણે
નિરાશાએ ડૂબ્યો રે માડી, જીવનમાં તો જ્યારે ને જ્યારે
ઊગર્યો રે એમાંથી તો માડી, તારી કરુણાને કારણે
ઊતર્યો જ્યાં ઊંડી પાપની ગર્તાએ તો જ્યારે ને જ્યારે
નીકળ્યો રે બહાર તો માડી, તારી કરુણાને કારણે
જીવન ઝંઝાવતમાં લથડયા તો પગ જ્યારે ને જ્યારે
એમાં રે ઊભો રહ્યો રે માડી, તો તારી કરુણાને કારણે
અંધારે તો સૂઝ્યા ન રસ્તા રે માડી, જ્યારે ને જ્યારે
સૂઝ્યો રે રસ્તો એમાં રે માડી, તારી કરુણાને કારણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)