ડગમગતી મારી નાવને રે માડી, મળ્યો તારો નામનો જ્યાં સથવારો રે
રહી છે તરતી એ તો ભવસાગરે, ગઈ છે ડોલી કંઈક તોફાને રે
ઊછળી ઊંચે, ઊંચે મોજે, ખાધી ખૂબ પછડાટો એણે ભવસાગરે રે
તૂટયું છે સુકાન એનું, રહી છે તરતી, તારા નામના સહારે રે
સાચવજે એને, રાખજે તરતી માડી, દઈ તારો સહારો રે
નથી કોઈ દિશા, ના મારગના ઠેકાણા, પહોંચાડજે આંગણે રે
આંખ સામે નાચે કર્મોના તાંડવ, નિરાશામાં એ ડુબાડે રે
તૂટીફૂટી છે બધે ઠેકાણે, તોફાન તો હવે સમાવજે રે
મીટ માંડી છે મેં તો તારા પર, તું હવે તારજે ને તારજે રે
ભૂલોની ભૂલો ભૂલી, ભૂલો મારી તો હવે સુધરાવજે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)