Hymn No. 1664 | Date: 21-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-21
1989-01-21
1989-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13153
નથી જોવું આયનામાં રે માડી, હવે તો મુખડું મારું
નથી જોવું આયનામાં રે માડી, હવે તો મુખડું મારું દેખાયું છે તારા નયનોમાં તો જ્યાં મુખડું રે મારું કરવી શું ફરિયાદ જીવનની મુસીબતોની પાસે તારી આવી જગમાં, નથી સુધાર્યું જીવન તો મેં મારું રહ્યો માયાએ તો જગમાં ભમતો, દીધો માયાએ તો ફટકો કર્યો બેહાલ તો મને, હવે તો તુજ ચરણે શીશ નમાવું અભિમાને તો કૂદી કૂદી, જગમાં તો ખૂબ રે ફર્યો કરી અભિમાનને તો ચૂર, મને ઠેકાણે તો તેં આણ્યો દોડયો તો સુખ કાજે, ભેટયો દુઃખને, દોડતો તોયે રહ્યો ના જીરવાયું તો જ્યારે, ચરણમાં તારા તો આવી રે ગયો કરી કૃપા હવે તો માડી, દેજે બુદ્ધિ મારી તો સુધારી બનાવી લાયક તો મને, દેખાડજે આયનામાં મુખ તો મારું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi jovum ayanamam re maadi, have to mukhadu maaru
dekhayum Chhe taara nayano maa to jya mukhadu re maaru
karvi shu phariyaad jivanani musibatoni paase taari
aavi jagamam, nathi sudharyum JIVANA to me maaru
rahyo mayae to jag maa bhamato, didho mayae to phatako
Karyo Behala to mane, have to tujh charane shish namavum
abhimane to kudi kudi, jag maa to khub re pharyo
kari abhimanane to chura, mane thekane to te anyo
dodayo to sukh kaje, bhetayo duhkhane, dodato toye rahyo
na jiravayum to jyare gay, charanam
kripa to have to maadi, deje buddhi maari to sudhari
banavi layaka to mane, dekhadaje ayanamam mukh to maaru
|
|