Hymn No. 1665 | Date: 21-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-21
1989-01-21
1989-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13154
તારી ભક્તિના ભરોસે રે માડી, તારી શક્તિના સહારે રે માડી
તારી ભક્તિના ભરોસે રે માડી, તારી શક્તિના સહારે રે માડી જીવનવાટ તો મારે ખેડવી છે રે (2) નથી માહિતી કોઈ મારી પાસે રાખવી, છે તને સાથે ને સાથે - રે માડી... થાયે ભૂલો તો હાથે મારે રે માડી, સુધારજે તું ત્યારે ને ત્યારે - રે માડી... તારી કૃપાના બળે, છે માડી, છે ચાલવું આગળ મારે ને મારે - રે માડી... આવે ભલે તોફાનો ભારે, ના ડર તો એને લાગે રે લાગે - રે માડી... થાકું હું તો માડી જ્યારે, લેજે ઊંચકી મને તો ત્યારે ને ત્યારે - રે માડી... મૂંઝાવું હું તો જ્યારે રે માડી, મૂકજે હાથ મારે માથે ત્યારે ને ત્યારે - રે માડી... ઊંઘ આવે રે મને ક્યારે રે માડી, પાથરજે ખોળો તો ત્યારે ને ત્યારે - રે માડી... ભૂખ લાગે મને જ્યારે રે માડી, પીવરાવજે અમૃત ઘૂંટડા ત્યારે ને ત્યારે - રે માડી... કાદવકીચડ દેખાય તો જ્યારે રે માડી, તારવજે મને તો ત્યારે ને ત્યારે - રે માડી... કરું બંધ આંખ તો જ્યારે રે માડી, આવી ઊભજે તો સામે ને સામે - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari bhakti na bharose re maadi, taari shaktina sahare re maadi
jivanavata to maare khedavi che re (2)
nathi mahiti koi maari paase rakhavi, che taane saathe ne saathe - re maadi ...
thaye bhulo to haathe maare re maadi, sudharaje tu tyare ne tyare - re maadi ...
taari kripana bale, che maadi, che chalavum aagal maare ne maare - re maadi ...
aave bhale tophano bhare, na dar to ene laage re laage - re maadi ...
thakum hu to maadi jyare, leje unchaki mane to tyare ne tyare - re maadi ...
munjavum hu to jyare re maadi, mukaje haath maare math tyare ne tyare - re maadi ...
ungha aave re mane kyare re maadi, patharje kholo to tyare ne tyare - re maadi ...
bhukha laage mane jyare re maadi, pivaravaje anrita ghuntada tyare ne tyare - re maadi ...
kadavakichada dekhaay to jyare re maadi, taravaje mane to tyare ne tyare - re maadi ...
karu bandh aankh to jyare re maadi, aavi ubhaje to same ne same - re maadi ...
|