લાગી લગન તારી, લગન તો તારી રે માડી, લગન તો તારી રે
નીંદ મારી દીધી ઉડાડી, દીધી ઉડાડી, નીંદ મારી દીધી ઉડાડી રે
પુણ્ય પંથથી, કેડી, હવે તો બાંધી, હવે બાંધી, હવે તો બાંધી રે
સુખચેન દીધા ત્યાગી, દીધા તો ત્યાગી, હવે તો ત્યાગી રે
તુજમાં જાવું છે તો સમાઈ, જાવું છે સમાઈ, જાવું છે સમાઈ રે
દેજે તારી કૃપાનો હાથ ફેરવી, હાથ ફેરવી, હાથ તો ફેરવી રે
માયા દેવી છે રે ફગાવી, દેવી છે ફગાવી, દેવી છે તો ફગાવી રે
ગુણગ્રાહક દેજે રે બનાવી, દેજે બનાવી, દેજે રે બનાવી રે
દીધો છે ભાર તને તો સોંપી, તને સોંપી, તને તો સોંપી રે
રાખ તુજ ચરણમાં તો સ્થાપી, ચરણમાં સ્થાપી, ચરણમાં સ્થાપી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)